દીપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો દીપડા સાથે જોવા મળી રહ્યા છે. તો દીપડાને પણ ધીમે-ધીમે ચાલતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો તારાગઢ ગામનો છે. ત્યાં દીપડાએ કાંચી દારૂની ભઠ્ઠીમાંથી દારૂ પીધો હતો. જેના કારણે તેની આવી હાલત થઈ ગઈ. આ વીડિયો યુટ્યુબ શોર્ટ્સ પર પણ ઘણો વાયરલ થયો છે.